ચૂંટણી અધિકારી દ્વારા ભાવનગર જિલ્લાના 7 વિધાનસભા મતક્ષેત્ર, ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય, મહુવા, તળાજા, પાલિતાણા અને ગારિયાધાર વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. આ સાતેય વિધાનસભા મતક્ષેત્ર માટે તા.5 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન રજાના દિવસો સિવાય સવારના 11 થી બપોરના 3 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ઉમેદવારો વિધાનસભા મતક્ષેત્ર માટે નિયત કરેલી કચેરીઓમાંથી ફોર્મ મેળવી નિયમાનુસાર ભરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.15 નવેમ્બરના રોજ સવારના 11 વાગ્યાથી જે તે વિધાસભા મતક્ષેત્ર માટે નિયત કરાયેલી કચેરી ખાતે હાથ ધરવામાં આવશે.
તા.17 નવેમ્બરને ગુરૂવારે બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.