દેશમાં કરવામાં આવેલ એક સર્વે મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં સોનાની ચમક સમગ્ર દેશમાં સૌથી વધુ છે. અહીં સૌથી વધુ લોકો સોનું ખરીદે છે. સર્વે મુજબ દેશમાં સરેરાશ 15 ટકા પરિવારોએ સોનામાં રોકાણ કર્યું છે. જોકે રાષ્ટ્રીય સરેરાશ કરતાઆ આંકડો પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ઘણો વધારે છે.
કર્ણાટક યાદીમાં ટોચ પર છે જ્યાં આ આંકડો 38 ટકા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સોનું લેતા પરિવારોની ટકાવારી દેશની સરેરાશ કરતાં વધુ છે. એટલે કે, અહીં સોનાને લગતા ટ્રેન્ડ સૌથી વધુ વધુ સકારાત્મક છે.
બીજી તરફ બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં સોનામાં રોકાણ કરનારા પરિવારોની સંખ્યા 5 ટકા કે તેનાથી ઓછી છે. આનું કારણ પણ સમજી શકાય તેવું છે. આ રાજ્યોમાં મોટી સંખ્યામાં પરિવારો (15 હજારથી ઓછી માસિક આવક ધરાવતા) 10 ગ્રામ સોનાની કિંમત કરતાં અડધા કરતાં પણ ઓછા ખર્ચે આખો મહિનો ચલાવે છે.
યાદીમાં સામેલ ટોપ 8 શહેરોમાં સોનામાં રોકાણ કરનારા પરિવારોની સંખ્યા 40 ટકાથી વધુ હતી. આ સર્વે દેશના 100 જિલ્લાઓમાં ફેલાયો હતો. ટોચના 25 શહેરોમાં સોનામાં રોકાણ કરનારા પરિવારોની ટકાવારી 28 અથવા 28 કરતાં વધુ હતી. આ ટોપ 25માં ગુજરાતના 4, કર્ણાટકના 7, મહારાષ્ટ્રના 3, હરિયાણા અને આંધ્રપ્રદેશના 2-2 શહેરોનો સમાવેશ થાય છે.
સોનામાં રોકાણની બાબતમાં માત્ર રાજ્ય જ નહીં, જિલ્લાઓમાં પણ તેમનું વર્ચસ્વ છે. દેશના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ પરિવારો સોનામાં રોકાણ કરે છે. ગુજરાતનું સુરત શહેર મોખરે છે. અહીં સર્વેમાં સામેલ અડધા લોકોએ સ્વીકાર્યું કે તેઓએ સોનામા રોકાણ કર્યું છે. યાદીમાં આંધ્રપ્રદેશના કૃષ્ણા, મહારાષ્ટ્રના થાણે બીજા અને ત્રીજા સ્થાને છે.