ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષો દ્વારા મીટીંગો તથા સભાઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે વરતેજ ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી સંદર્ભે વિજય વિશ્વાસ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રારંભે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને તેમણે દેશના એકત્રીકરણ માટે સૌપ્રથમ ભાવેણાનુ રાજ્ય દેશને સમર્પિત કર્યો હતો જેથી આવા પ્રજાવત્સલ મહારાજ સાહેબને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં સૌપ્રથમ આ અંગેનો પ્રસ્તાવ પસાર કરાશે તેમ જણાવ્યું હતું વધુમાં તેમણે તાજેતરમાં મોરબી ખાતે થયેલી દુર્ઘટનામાં ભાજપ સરકારની નીતિ રીતે લીધી હતી અને જવાબદારોને બચાવી રહી હોવાના અક્ષેપો પણ કર્યા હતા.
વધુમાં તેમણે જણાવેલ કે ભાજપથી લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઈચ્છે છે તે આ ચૂંટણીઓમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે મુજબ અમલ કરશે તેવી ખાતરી જગદીશ ઠાકોરે આપી હતી. આ સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર પશ્ચિમના ઉમેદવાર કે.કે.ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને મહુવા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કનુભાઈ કલસરિયા પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ પ્રવીણ રાઠોડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજભા શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી તેમજ શહેર જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.