સોહરાબુદ્દીન અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસથી ચર્ચામાં આવેલા પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ આજે ટ્વીટ કરતા કહ્યું કે, “ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ” ની વિધિવત ઘોષણા તા.૮-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવશે.” તેમના આ ટ્વીટથી નવી ચર્ચા જાગી છે.