Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા નર્કના માર્ગે : રાષ્ટ્રસંઘ

એકલા યુરોપમાં જ ગરમીને કારણે ત્રણ માસમાં જ 15,000થી વધુના મોત : પૃથ્વીનું તાપમાન હાલ 1.1 ડીગ્રી સે. ના ધોરણે વધી રહ્યું છે

aaspassdaily by aaspassdaily
2022-11-08 13:01:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વ આરોગ્ય સંસ્થાની એજન્સી દ્વારા તૈયાર થયેલ ‘ઇમીશન ગેપ’ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન હાલના સ્તરે રહ્યું તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 2.8 ડીગ્રી સે. સુધી વધી જશે અને માનવજીવનને બચાવવા માટે આ તાપમાન 1.5 ડીગ્રી. સે.થી વધુ ન રહે તે જોવાની હવે સૌથી પળ આવી ગઇ છે. ઇજીપ્ત શર્મ-અલ-શેખમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ગ્લોબલ વોર્મિંગ અંગેના એક પરિસંવાદને સંબોધતા સંયુક્ત રાષ્ટ્રીય સંઘના મહામંત્રી એન્ટીન્યો ગુટેરેસેએ વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પગલે દુનિયા હવે નરકના હાઈવે પર આગળ વધી રહી છે અને તેનો પગ એક્સીલેટર પર છે.
ચીન વિશ્વમાં કાર્બન ઉત્સર્જનમાં 15 ગીગા ટનની સાથે સૌથી ઉપર છે. અને તે અમેરિકા, ભારત અને યુરોપીયન સંઘના 27 દેશો કરતા પણ વધુ કાર્બન ઉત્સર્જન કરે છે જ્યારે ભારત 3.5 ગીગા ટન સાથે વિશ્વમાં ત્રીજા નંબરે છે. ગ્લોબલ વોર્મિંગ સામે જીંદગીનો જંગ આપણે બહુ ઝડપથી પરાજીત થઇ રહ્યા છે અને આપણી પાસે આ અંતિમ તક છે. આગામી સમયમાં આવનારી પેઢીઓ માટે આપણે આ ગ્રહ બચાવી શકશું કે કેમ તે પણ પ્રશ્ન છે. ભારત સહિતના દેશોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ યુરોપમાં આ વર્ષે ગરમીના કારણે જ 15,000થી વધુ લોકોના મોત થશે. 50 વર્ષમાં યુરોપીયન ક્ષેત્રોમાં અત્યંત ગરમીને કારણે 1.48 લાખથી વધુ માર્યા ગયા છે.
ડબલ્યુએચઓના આ રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્પેન, પોર્ટુગલ, બ્રિટન, જર્મની સહિતના દેશોમાં ત્રણ માસથી સૌથી ગરમીને કારણે સૌથી વધુ મૃત્યુ વધ્યા છે. તેઓએ એવું પણ જણાવ્યું કે ફ્રાંસની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટેટીકલ ઓફ ઇકોનોમીક સ્ટડીઝમાં 2019માં કોવિડ મહામારી પહેલાની સરખામણીમાં 1 જૂનથી 12 ઓગસ્ટ 2022ની વચ્ચે 11,000થી વધુ લોકોના ગરમીને કારણે મૃત્યુ થયા હતા.
યુરોપમાં તાપમાન 1961થી 2021 સુધીમાં સૌથી ઝડપી વધ્યુ છે અને તે હાલ પ્રતિ દશક 0.5 ડીગ્રી સે.ની ઝડપે આગળ વધી રહ્યું છે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન દ્વારા આ સપ્તાહમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે આપણે હવે ભવિષ્ય માટે સતર્ક રહેવું પડશે. હાલ આપણે ફક્ત 1.1 ડીગ્રી સે. તાપમાન વધ્યું તેની અસરનો સામનો કરી રહ્યા છીએ પરંતુ આ સદીના અંત સુધીમાં 2.8 ડીગ્રી સે. સુધીનું તાપમાન વધી જશે તો પછી પૃથ્વીને બચાવવા માટે કોઇ વિકલ્પ રહેશે નહીં.

Tags: genovagloble warming report
Previous Post

લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના આપવા તેમના નિવાસ્થાને પહોંચ્યા મોદી

Next Post

વસ્તી વિસ્ફોટ : વિશ્વની જનસંખ્યા આવતા સપ્તાહે 8 અબજ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વસ્તી વિસ્ફોટ : વિશ્વની જનસંખ્યા આવતા સપ્તાહે 8 અબજ

વસ્તી વિસ્ફોટ : વિશ્વની જનસંખ્યા આવતા સપ્તાહે 8 અબજ

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

સિહોર નજીક સુરતના વેપારી, તેની પત્ની અને સાળા ઉપર ટોળાનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.