ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં બે તબક્કે યોજાનારી ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે ૧ ડિસેમ્બરના રોજ ચૂટણી યોજાનાર છે. જેની રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેમાં શહેર ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરા માટે લોકોના સુચનો મેળવવાનુ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સંગઠન, યુવા મોરચો, મહિલા મોરચો સહિત દ્વારા અલગ અલગ સ્થળોએ જઈ લોકોના સ્થાનિક પ્રશ્નો અને સુચનો લેખિતમાં મેળવાઈ રહ્યા છે અને તમામ સૂચનો અને પ્રશ્નોના આધારે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. ભાજપના આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.