આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બુધવારે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાની વિધાનસભા બેઠકનુ એલાન કર્યુ છે.
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભાથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કારંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે, બંને યુવાનોને હુ શુભકામનાઓ આપુ છુ.