ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે એક ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે જેના ઉમેદવારી પત્રો ભરવા માટેનો તારીખ પાંચમીથી પ્રારંભ થઈ ગયો છે પરંતુ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં હજુ એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી ચાર દિવસમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે કુલ ૧૫૮ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે જેમાં સૌથી વધુ ગારીયાધાર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ૩૧ ઉમેદવારી ફોર્મનો ઉપાડ અત્યાર સુધીમાં થયો છે. છેલ્લા દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવા ભારે ભીડ થશે તેવું મનાઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ આપવાનો તથા ભરવાનો પ્રારંભ ૫ નવેમ્બરથી થઈ ગયો છે પ્રથમ દિવસે શનિવારે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે ૩૪ ફોર્મ ઉપડ્યા હતા તારીખ ૭ ને સોમવારે વધુ ૬૫ ફોર્મ ઉપડ્યા હતા જ્યારે ગઈકાલે મંગળવારે વધુ ૫૯ ફોર્મનો ઉપાડ થતાં ગઈકાલે સાંજ સુધીમાં કુલ ૧૫૮ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. મંગળવારે ભાવનગર જિલ્લાના મહુવા બેઠક પર આમ આદમી પાર્ટીના ચાર, અપક્ષ એક તથા જીજીપીના એક ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયેલ જ્યારે તળાજા બેઠક માટે ગઈકાલે કોંગ્રેસના ચાર અને અન્ય સાત મળી ૧૧ ફોર્મ ઉપડ્યા હતા ગારીયાધાર બેઠક માટે મંગળવારે કોંગ્રેસના બે અને વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના ચાર મળી કુલ છ ફોર્મનો ઉપાડ થયો હતો આ ઉપરાંત પાલીતાણા બેઠક માટે કોંગ્રેસના બે આમ આદમી પાર્ટીના ૬, સીપીએમના બે તેમજ અપક્ષના ચાર મળી મંગળવારે કુલ ૧૪ ફોર્મનો ઉપાડ થયો હતો જ્યારે ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કોંગ્રેસનું એક, બહુજન સમાજ પાર્ટીના બે, વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના બે તેમજ અપક્ષના બે મળી કુલ સાત ફોર્મ ઉપડ્યા હતા. આ જ રીતે ભાવનગર પૂર્વ બેઠકમાંથી વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના ત્રણ, આમ આદમી પાર્ટીના ચાર, આરસી એક, તેમજ અપક્ષના બે મળી કુલ ૧૦ ફોર્મ ઉપડ્યા હતા જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક માટે આમ આદમી પાર્ટીના પાંચ ફોર્મનો ઉપાડ થયો હતો.
અત્યાર સુધીમાં જાેઈએ તો ગઈકાલે મંગળવારે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લામાંથી મહુવા બેઠક માટે કુલ ૨૩, તળાજા બેઠક માટે કુલ ૨૬, ગારીયાધાર બેઠક માટે ૩૧, પાલીતાણા બેઠક માટે ૧૮, ભાવનગર ગ્રામ્ય બેઠક માટે ૧૧, ભાવનગર પૂર્વ બેઠક માટે ૨૧, તથા ભાવનગર પશ્ચિમ બેઠક માટે ૨૮ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હોવાના અહેવાલો મળી રહ્યા છે.