નાગર જ્ઞાતિની સંસ્થા ગોધા હાટકેશ્વર મહાદેવ ફંડની મહિલા પાંખનો પાંચમો વાર્ષિક ઉત્સવ શિવશક્તિ હોલમાં ઉજવાયો. સંસ્થાના પ્રમુખ દધિચીભાઇ મહેતા અને હોદ્દેદારોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી મહિલા પાંખના કાર્યક્રમને વધુ પ્રોત્સાહક બનાવ્યો હતો. નાગર મંડળ, અંધેરી, મુંબઇના પ્રમુખ અર્ચિતાબેન દર્શકભાઇ મહેતા તથા યુતિબેન રાહુલભાઇ ઓઝા અમદાવાદથી આવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહી મહિલા પાંખને પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા માર્ગદર્શન આપેલ. સ્વાગત પ્રવચન પૌર્વીબેન ચંદ્રેશભાઇ ઓઝાએ કરેલ અને મહિલા પાંખની ભાવી પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. મહિલા પાંખના કન્વીનર જાગૃતિબેન દેસાઇએ સંસ્થાના મૂળભૂત હેતુને પાર પાડવા થઇ રહેલ પ્રવૃત્તિની વિગત આપી હતી.
જ્ઞાતિની ઉદ્યમલક્ષી બહેનોનું કાર્યક્રમના વિશેષ અતિથિઓ, સંસ્થાના અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. જેમાં મૌર્વીબેન નિહારભાઇ ઓઝા-ચાતુર્વેદી, અત્રિબેન મહેતા, અંકિતાબેન વોરા, જલ્પાબેન વૈષ્ણવ, દક્ષિણાબેન વિરલભાઇ ઓઝા, તૃષ્ણાબેન મેહુલભાઇ દેસાઇ, ભુષાબેન દિપકભાઇ મહેતા, મીતાલીબેન ધર્માંશુભાઇ મહેતા, હેતલબેન ભાવેશભાઇ વોરા, જાગૃતિબેન દેસાઇનું સન્માનપત્ર તથા એવોર્ડથી સન્માન કરાયું હતું.