ભાવનગર જિલ્લાના રાજકારણમાં શીવાભાઈ ગોહેલ પોતાની સાદગી અને સરળતા માટે જાણીતા છે, વર્તમાન રાજકીય પ્રવાહમાં તેઓ કદમ મેળવવામાં કદાચ પાછળ રહ્યા છે પરંતુ નસીબના બળિયા છે. કેશુભાઇ સહિતની ભાજપ સરકારમાં તેઓ ત્રણ વખત અને છેલ્લે પેટા ચૂંટણીમાં શીવાભાઈ ગોહેલ વિજેતા બનેલા. પોતાની સાદગી અને સરળતાને કારણે તેઓ જાણીતા છે. મૂળ મહુવાના ભાદ્રોડના વતની શિવાભાઈને ભાજપે મહુવા બેઠકની ટિકિટ ફાળવતા વધુ એક વખત નસીબના બળિયા સાબીત થયા છે, તેઓ ભાજપના અજેય યોદ્ધા ગણાય છે.

જોકે, આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ડો. કનુભાઈ કળસરિયા સામે જંગ જીતવાનો છે, ડૉ. કનુભાઈ પણ સાદગી અને સરળતાને વરેલા છે ઉપરાંત સેવાકીય કામગીરીને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે. આમ, ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવાર સાદગી અને સરળ હોવાથી સોફ્ટ ચહેરા વચ્ચે ટક્કર રહેશે.