ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 160 બેઠકની પ્રસિદ્ધ કરેલી પ્રથમ યાદીમાં ભાવનગર જિલ્લાની સાત પૈકી છ બેઠકોના નામની જાહેરાત કરાય છે જેમાં મહુવા બેઠક પર શીવાભાઈ ગોહિલ નું નામ જાહેર કર્યા હતા મહુવા ભાજપ કાર્યકરોમાં નારાજગી ફેલાઈ જવા પામે છે અને નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત મહુવા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સહિત 300 જેટલા લોકો જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાં આપવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.
મહુવા વિધાનસભાની બેઠક પર આર.સી. મકવાણા અથવા ઘનશ્યામભાઈ પટેલને ટિકિટ આપવા કાર્યકરો દ્વારા રજૂઆત કરાયેલી હતી પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા મહુવા બેઠક પર અચાનક જ શીવાભાઈ ગોહિલનું નામ જાહેર કરાતા ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ જવા પામી છે અને શીવાભાઈનું નામ જાહેર થતાની સાથેજ ભાજપના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો એકઠા થયા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો. અને 300 જેટલા હૌદેદારો અને કાર્યકરો જિલ્લા પ્રમુખ લંગાળીયાને સામુહિક રાજુનામા આપવા રવાના થયા છે. આમ ઉમેદવારનુ નામ જાહેર થતાની મહુવા ભાજપમાં ભડકો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. (ફોટો:- મુસ્તાક વસાયા)