એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલ અંડર-૧૨ની મેચમાં જી.આર.પી. એકેડમી અમદાવાદની ટીમ સામે ભાવનગર ક્રિકેટ એકેડમીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા કેપ્ટન ‘રોહન મહેતા’એ ધમાકેદાર તેની પ્રથમ સીરીઝ (અન્ડર ૧૨)ની બીજી ઈનીંગમાં ૬૨ બોલમાં ૭૧ રન બનાવ્યા હતાં, જેમાં ૧૨ ચોગ્ગા અને ૧ (સીક્સ)નો સમાવેશ થાય છે.
ભાવનગરની ટીમના ૩૦ ઓવરમાં ૧૯૩ રન થયા જેમ મુખ્ય આ ૭૧ રન રોહન મહેતાના હતાને ધર્મીલ વૈદ્યના ૪૪ રન જી.આર.પી. અમદાવાદની ટીમે ૩૦ ઓવરનમાં ૧૬૮/૮ વિકેટ ગુમાવી કર્યા. ભાવનગરની વતી વેદ વઘાસીયાએ ૩ વિકેટ અને રોહન મહેતાએ તેની ૫ ઓવરના સોલમાં ૨૭ રન આપી અને ૧ વિકેટ જડપી અને બે કેચ ઝડપ્યા હતાં. મેચના અંતે પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી (રોહન મહેતા) અને બેસ્ટ બેસ્ટમેન રોહન મહેતા રહ્યા હતાં. આ ઈનીંગનો શ્રેય રોહન મહેતાએ તેમના (કોચ) ભાવનગર ક્રિકેટ એકેડમીના ગુરૂજનોને સમર્પિત કર્યો હતો.