શહેરના પીલગાર્ડન, પાનવાડી રોડ ઉપર ૨૫ ટીકોમાના વૃક્ષો તથા જશોનાથ સર્કલ અને મોતીબાગ રોડ ઉપર ૧૬ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ પટેલ સોલ્ટના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીના નવા વર્ષના વૃક્ષારોપણનો પ્રારંભ ૪૧ વૃક્ષોના વૃક્ષારોપણ સાથે થયો હતો. આ વૃક્ષારોપણ પટેલ સોલ્ટના બીપીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રીનસીટીના પ્રણેતા દેવેનભાઈ શેઠ, ટ્રસ્ટી અચ્યુતભાઈ મહેતા તથા પિયુષભાઈ વ્યાસ સહિતના ગ્રીનસીટીના સભ્યો હાજર રહ્યા હતાં.