ભાવનગરમાં ગઢેચી વડલા નજીક ઓવરબ્રીજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને અવરોધ થઇ રહ્યો છે. અધુરામાં પુરૂ રસ્તાની બન્ને બાજુ ખાણીપીણી અને ફ્રુટના વેચાણ કરતા લોકોએ દબાણોનો જમેલો કર્યો છે. આ કારણે ટ્રાફીક જામની સમસ્યા વકરી છે પરંતુ તંત્રને કોઇની શરમ નડતી હોય કે ઇચ્છાશક્તિ ન હોય તેમ લાંબા સમયથી આ સમસ્યા અંગે આંખ આડા કાન થઇ રહ્યા હતાં.
આજે મુડ ચડ્યો હોય તેમ મ્યુ. દબાણ હટાવ સેલે દોડી જઇ લારી અને કેબીનો હટાવી આ જગ્યાએ ફરીથી દબાણ નહીં કરવા કડક તાકીદ કરી હતી. જાે કે, તંત્રની આ કાર્યવાહીની અસર કેટલા દિવસ રહે છે તે જાેવું રહ્યું. તંત્રની આજની કામગીરીથી વાહન ધારકોને રાહત થઇ હતી.