કોળી સમાજના કદાવર નેતા અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી વિધાનસભા ચૂંટણીમાં આગામી સોમવારે નામાંકન પત્રભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમભાઈને તેની ભાવનગર ગ્રામ્યની સીટ પર રીપીટ કરાયા છે, સોમવારે તેઓ ટેકેદારો, સમર્થકો અને કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરશે. તેમના નિવાસ સ્થાન મિરા કુંજ ખાતે ચૂંટણીનો ટેમ્પો જામેલો દેખાય છે.