ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા હવે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જેના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની ભરતી હાલ નહીં થઇ શકે. ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાથી એક મહિના સુધી વર્ગ-1ના 64 અધિકારીઓની ભરતી નહીં કરવામાં આવે. આ સાથે વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન પણ આપવામાં નહીં આવે. જેના લીધે 64 જગ્યાઓ પર ચાર્જ ચલાવવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો તો ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ હટાવી દેવામાં આવ્યા છે અને બીજી બાજુ સઘન ચેકિંગ હાથ ધરી દારૂ, ડ્રગ્સ અને રોકડ કેસ પણ જપ્ત કરવામાં આવી રહી છે. મીડિયાના પ્રસારણમાં એક્ઝિટ પોલ પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.