ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય અટકાવવા કોઈ પગલા ભરાયા નથી અને ફાઈલ આગળ વધતી નથી આથી ધીરે ધીરે વિધર્મીઓ લોકોના પગપેસારાથી હિન્દુ સમાજે મિલ્કતો અને વિસ્તાર છોડવાની સ્થિતિ બનતી રહે છે, શહેરના બાર્ટન લાયબ્રેરી પાસે ન વિસ્તારમાં આવી જ પ્રવુતિ આચરાઈ છે જેના કારણે હિન્દુ લોકોમાં રોષ ફેલાયો છે, વધુમાં એક હિન્દુ શખ્સની મદદથી જ વિધર્મીઓ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી કલેકટરને આવેદન પાઠવી પગલા ભરવા રજૂઆત કરાઈ છે.
બાર્ટન લાઇબ્રેરીની બાજુની પ્રાગજી દવેની શેરી, મણીયાર શેરી, પંડ્યાની ડેલી, ઘેલાસોનીની ખડકી, ગૌરી ફળિયુ અને મણિયાર શેરી એ રીતના રહીશો દ્વારા રચાયેલ પ્રાગજી દવેની શેરી હિન્દુ હિત રક્ષા મંચએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત વિસ્તારમાં સેંકડો વર્ષોથી હિન્દુ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. તેમજ આસ્થાનું કેન્દ્ર પ્રાગરાજ મહાદેવના નામે એક શિવજીનું મોટુ મંદિર આવેલું છે. છેલ્લા કેટલાક સમયથી વિધર્મી સમાજના કેટલાક મિલ્કત માફિયાઓ દ્વારા અશાંતિ ઉભી કરવાના હેતુથી એક મકાન ઉંચા ભાવે ખરીદી બાકીના હિન્દુ સમાજના લોકોમાં ભય પેદા કરીને રંજાડ કરીને બાકીના મકાનો સાવ ઓછી કિંમતે એટલે કે પાણીના ભાવે પડાવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને અહિંયા રહેણાંક ન હોવા છતાં વિધર્મી અહિયા અડ્ડા જમાવી લોકોને પરેશાન કરે છે. અહિંયા વિધર્મીને મકાન નહીં વેચવા કે વિધર્મીને મકાન નહીં લેવા એવા બેનર મારેલ છે છતાં મકાન પચાવી પાડવાનું ષડયંત્ર ચલાવે છે.
આ ષડયંત્રના ભાગરૂપે ઉપરોક્ત વિસ્તારોમાં અશાંતિની ઘટના અને અન-ઇચ્છનીય બનાવો બની રહ્યા છે. વિધર્મી મિલ્કત માફીયાઓ અને તેમના સાગરીતોના ત્રાસથી ઘણીબધી અન-ઇચ્છનીય ગેરકાયદેસરની ઘટનાઓની ફરિયાદો કરવા જતા હિન્દુ સમાજના લોકો ડરી રહ્યા છે તેમજ હિન્દુ ધર્મસ્થાનો અને હિન્દુ લોકોના ઘર પાસે બેફામ બેરોકટોક માંસાહારી વેચાણના એકમો એકમાત્ર હેરાનગતિ કરવાના હેતુથી ઉભા કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવો અશાંત ધારો સુધારા સાથે પસાર કરવામાં આવેલ છે. જાે આ કાયદાનો હાલના વિસ્તારમાં તાત્કાલીક અસરથી અમલવારી સાથે લાગુ કરવામાં ન આવે તો આ કાયદાનો કોઇ હેતુ રહેશે નહીં ! આ કાયદાનો જાે તાત્કાલીક અસરથી અમલવારી કરવામાં નહીં આવે તો ઉપર જણાવેલ વિસ્તારોના હિન્દુ પરિવારોની હિજરત કરી અને અમારી મિલ્કત આ માફિયાઓને પાણીના ભાવે સોંપી નીકળી જવું પડશે જેની તમામ જવાબદારી તંત્રની અને ગુજરાત સરકારની રહેશે.
પ્રાગજી દવેની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરની સામે ખાલી પ્લોટ આવેલ છે જે જેન્તીલાલની માલીકીનું હતું તેણે આ જગ્યા સાગરભાઇ નામના વ્યક્તિએ અને તેમના પાર્ટનર વ્હોરા કાસ્ટ ધરાવતા વ્યક્તિ આ પ્લોટની ખરીદી કરેલ છએ. અહિંયા વ્હોરા કાસ્ટ માટે વિશાળ ફ્લેટની સ્કીમ અને તેના કાસ્ટનું જમાતખાનુ કરવાની સ્કીમ ગોઠવેલ છે. શેરીના રહીશો દ્વારા ઘણીવાર વિધર્મીને ન લાવવા બાબતે રજૂઆત કરેલ છે છતાં એ વ્યક્તિ માનવા તૈયાર નથી. શેરીના રહીશો આવા લોકોની ફરિયાદ કરવા કે કોઇ પગલા લેતા ડરે છે. આ મકાનની દીવાલે જ હનુમાનજીનું મંદિર આવેલું છે અને મકાનથી ૨૦ ફુટની દુરી પર જ પ્રાગરાજ મહાદેવનું મંદિર આવેલું છે. અહિ ફ્લેટની સ્કીમ તૈયાર કરી વિધર્મીને વહેંચી શેરીમાં પગપેસારો કરવા માંગે છે. શેરીના રહીશો આમ ન બને તેવું ઇચ્છે છે. આથી સત્વરે યોગ્ય પગલા ભરવા જણાવાયું છે.