મેલબોર્નમાં t-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, આ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આ મેચ દરમિયાન પંજાબના મોગામાં પાકિસ્તાનની હારને લઈને બે જૂથો વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. મોગાની એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથો એકબીજા સાથે અથડામણ થઈ હતી.આ દરમિયાન પથ્થરમારો થયો હતો. ઘટના પંજાબના મોગા જિલ્લાની એલએલઆરએમ કોલેજની છે. આ મામલે બંને જૂથો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જો કે, પોલીસે બંને જૂથોને સમજાવ્યા બાદ સમાધાન કરાવી દીધું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક પોલીસે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમજણ બતાવી અને આગળ કોઈ કાર્યવાહી કર્યા વિના બંને જૂથો વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. પંજાબના મોગા જિલ્લાના ફિરોઝપુર રોડ પર આવેલી એલએલઆરએમ કોલેજમાં રવિવારે બપોરે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ પૂરી થઈ ન હતી અને ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. એવું કહેવાય છે કે પાકિસ્તાનની હારને જોતા આ વિવાદ વધ્યો હતો.