તેલુગુ સુપરસ્ટાર અને મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેને સોમવારે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે વહેલી સવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેની જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્ટાર ક્રિષ્ના તરીકે જાણીતા હતા. 79 વર્ષની વયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યા છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીને સોમવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના ફિલ્મ ઉદ્યોગમાં યોગદાનને યાદ કર્યું. મહેશ બાબુના પિતાના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ભાવુક થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ દિગ્ગજ અભિનેતાને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ક્રિષ્ના ઘાટ્ટાંમાણેનીના નિધનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ દિગ્ગજ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.