800 કરોડના કૌભાંડ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં. આ ઉપરાંત અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે. અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે.