Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધને ગમે તે ભોગે અટકાવવું પડશે. : મોદી

બાલીમાં G20 દેશોની બેઠકમાંવડાપ્રધાન મોદીની સ્પષ્ટ વાત

aaspassdaily by aaspassdaily
2022-11-15 12:12:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડોનેશિયાના અત્યંત રમણીય બાલી ટાપુમાં શરૂ થયેલી જી-20 સમીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા યુક્રેન યુદ્ધથી તબાહી સર્જાઈ હોવાનો સ્પષ્ટ સૂર દર્શાવીને એમ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને ગમે તે ભોગે અટકાવવું પડશે.
મોદીએ બેઠકમાં કહ્યું કે, વૈશ્વિક વિકાસમાં ભારતની ઉર્જા-સુરક્ષા મહત્વપૂર્ણ છે. કારણ કે સમગ્ર દુનિયામાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. ઉર્જા પ્રતિબંધોને પ્રોત્સાહીત કરતા કદમથી દુર રહેવાની જરૂર છે. ભારતે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે.તેઓએ કહ્યું કે, વિશ્વમાં આજથી ખાદ્યચીજોની તંગી આવતા વર્ષોમાં સંકટ પેદા કરનાર હશે અને તેનું સમાધાન દુનિયા પાસે નહીં હોય. આ સંજોગોમાં ખાદ્યાન્નની સપ્લાય ચેઈનને સ્થિર અને સુનિશ્ચિત બનાવવા માટે આપસી સમજુતી કરવી પડશે.
યુક્રેન-રશિયા યુદ્ધમાં યુદ્ધવિરામ કરાવવા તથા રાજદ્વારી સમાધાનનો માર્ગ શોધવો પડશે. ગત સદીમાં બીજા વિશ્વયુદ્ધધે દુનિયામાં કહેર સર્જયો હતો અને ત્યારબાદ તત્કાલીન નેતાઓએ શાંતિના માર્ગે અપનાવવા માટે ગંભીર પ્રયાસો કર્યા હતા. હવે આ માટે આપનો વારો છે અને ગંભીર પ્રયત્નો કરવા પડશે.
ફુડ એનર્જી સિકયોરીટી ક્ષેત્રમાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના તથા યુક્રેન યુદ્ધને કારણે દુનિયાની સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે અને એટલે વિશ્વમાં તબાહી મચી છે. યુનો જેવું સંગઠન આ મુદાઓ ઉકેલવા નિષ્ફળ રહી છે જયારે જી20ના દેશોમાં સંયુક્ત રીતે યુક્રેન યુદ્ધને રોકવા માટેનો માર્ગ કાઢવો પડશે. બેઠકમાં વડાપ્રધાન મોદી આ મુદ્દાઓ પર મુક્ત રીતે બોલ્યા હતા અને ગમે તે ભોગે યુદ્ધ રોકવાના ગંભીર રાજદ્વારી પ્રયત્નો કરવા પર ભાર મુકયો હતો.
આ બેઠકમાં યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જણાવ્યુ હતું કે, આપણે વિશ્વ વ્યવસ્થા તથા વૈશ્વિક કાનુનોને નિહાળ્યા છે. આજે દુનિયાની નજર આજની બેઠક છે અને આ બેઠક સફળ થવી જોઈએ. ઈન્ડોનેશિયાએ આંતરિક મતભેદો મીટાવવા ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ મતભેદો નિવારવા તમામ સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવે તો જ પ્રયાસો સફળ થઈ શકે છે અને સમગ્ર દુનિયાને તેનો લાભ મળી શકે છે.
ભારતીય વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશમંત્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બાલીમાં મૌજૂદ છે. રશિયાના વડા પુટીને બેઠકથી દુરી રાખી છે અને પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રીને મોકલ્યા છે.

મોદી સાથે હાથ મિલાવવા-ભેટવા બાઈડેને રીતસર ઝડપથી ડગ માંડયા


જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેના ઉષ્માપૂર્ણ સંબંધોનો પુરાવો મળ્યો હતો. વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવવા માટે બાઈડેન રીતસર ઝડપથી ઉપર-તેમની નજીક પહોંચ્યા હતા. આ તકે ફ્ર્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ પણ મોદી સાથે મજાક કરી લીધી હતી અને હાથ મિલાવ્યા હતા. બાઈડન તો દુરથી જ હાથ હલાવતા આવવા લાગ્યા હતા એટલે મોદી સાથે હાથ મિલાવી શકે.

Tags: baliindoneshiaModi in G20
Previous Post

ભાવનગરમાં વિસ્ફોટક બનાવવાનું કૌભાંડ ઝડપાયું, વધુ વિગતોની રાહ

Next Post

હાલ ઇંધણ જીએસટી હેઠળ નહીં આવે

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
હાલ ઇંધણ જીએસટી હેઠળ નહીં આવે

હાલ ઇંધણ જીએસટી હેઠળ નહીં આવે

જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટીક વેસ્ટના ગોડાઉનમાં વિકરાળ આગ

જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટીક વેસ્ટના ગોડાઉનમાં વિકરાળ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.