ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના પશ્ચિમી ગામની ગૌરી કા પુરામાં એક યુવતીની લાશ રસ્તાની બાજુમાં આવેલા કૂવામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કૂવામાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. હજુ સુધી લાશની ઓળખ થઈ શકી નથી. પોલીસ અધિક્ષક ખુદ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

દિલ્હીમાં યુવતીની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરી દેવાનો મામલો શાંત પણ નથી પડ્યો કે હવે આઝમગઢમાં આવો જ એક કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે સવારે લોકો અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના પશ્ચિમપટ્ટી ગામના ગૌરી કા પુરા તરફ શૌચ કરવા નીકળ્યા હતા. પછી જ્યારે કોઈએ કૂવામાં ડોકિયું કર્યું તો તે સ્તબ્ધ થઈ ગયા. એક યુવતીના શરીર ટૂકડા કરીને ફેંકી દેવામાં આવ્યા હતા.
ધીમે ધીમે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ. ત્યાં હાજર લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. યુવતીની ઉંમર આશરે 22 વર્ષની હોવાનું જાણવા મળે છે. પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે. ઘટનાની જાણ થતાં જ એસપી અનુરાગ આર્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું કે અજાણી યુવતીનો મૃતદેહ અલગ-અલગ ભાગોમાં મળી આવ્યો છે. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસમાં લાગેલી છે. તપાસ બાદ પોલીસ ટૂંક સમયમાં મામલાનો ખુલાસો કરશે.