ગુજરાતમાં ભાજપ પછી બીજા ક્રમે કોંગ્રેસ પક્ષ આવે છે, પક્ષમાં સંકલનનો અભાવ કોંગ્રેસને પ્રથમ ક્રમે આવવા દેતો નથી. હાલ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર તેજ છે અને મતદાનને આડે ગણત્રીના દિવસો બચ્યા છે છતાં હજુ પ્રદેશ કક્ષાએથી ઉમેદવારોને ફંડ રિલીઝ નથી થયું, ઓર તો ઓર ધ્વજા, પતાકા સહિતનું પ્રચાર સાહિત્ય પણ હજુ આવ્યું નથી તેમ ભાવનગરના એક નેતા પાસેથી જાણવા મળ્યું હતું.
કોંગ્રેસના કાર્યકરોની ફોજ ચૂંટણીમાં શાસક ભાજપને મ્હાત કરી દેવા આતુર છે પરંતુ દરેક વખતે દરેક બાબતમાં પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરીના ઢીલા વલણના કારણે લાકડાની તલવાર લઈ લડવા ઉતર્યા હોય તેવી અહેસાસ થાય છે. આ સામે કાર્યકરો, આગેવાનો પણ નારાજ હોવાનું જાણવા મળ્યું છે