બોટાદ જિલ્લાની બે બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં ગઢડા બેઠક પર છ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમાં એકપણ અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહેતા ગઢડા બેઠક પર અપક્ષ વિના ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે બોટાદ બેઠક પર એક ડઝન અપક્ષ ઉમેદવારો સહિત ૨૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.
બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પર કોંગ્રેસના જગદિશભાઇ ચાવડા, ભાજપના શંભુપ્રસાદ ટુંડીયા, બસપાના બાબુભાઇ સોલંકી, આમ આદમી પાર્ટીના રમેશભાઇ પરમાર, ધર્મેશભાઇ બથવાર, ભારતીય ટ્રાયેબલ પાર્ટીના રાજુભાઇ પરમારના ફોર્મ માન્ય રહ્યા છે. જાે આજે એકપણ ઉમેદવાર ફોર્મ પાછું નહીં ખેંચે તો આ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
આ ઉપરાંત બોટાદ બેઠક પર એક ડઝન અપક્ષ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. બોટાદ બેઠકમાં કુલ ૨૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે જેમાં કોંગ્રેસના મનહરભાઇ પટેલ, ભાજપના ઘનશ્યામભાઇ વિરાણી, આમ આદમી પાર્ટીના ઉમેશભાઇ મકવાણા, અલ્કાબેન મકવાણા, રાઇટ ટુ રિકોલ પાર્ટીના નિતેશભાઇ મોરડીયા, પ્રજા વિજય પક્ષના અમીરાજસિંહ ધાધલ, બસપાના મુળશંકર ચૌહાણ, વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીના કમલેશ ચૌહાણ તેમજ અપક્ષોમાં કિશોરભાઇ ખંભાળીયા, મુકેશભાઇ મીઠાપરા, જયેશભાઇ બાવળીયા, જનકભાઇ માથોળીયા, ચંપાબેન ચૌહાણ, વનરાજસિંહ ખેર, સંજયભાઇ પટેલ, ધનજીભાઇ ગોહિલ, સ્વામી ઋષિભારતી, અલ્લાઉદીન ખોખર, અલ્પાબેન સાબવા તેમજ મેઘજીભાઇ તલસાણીયા સહિત ૨૦ ઉમેદવારોના ફોર્મ માય રહ્યા છે. આજે ફોર્મ પાછા ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.