રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. રેલવેના સુપરવાઇઝર ગ્રેડ એટલે કે ગ્રેડ 7 હેઠળ આવતા રેલવેના 80 હજાર કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેમાં એંસી હજારનો કેડર છે, જે રેલવેની કરોડરજ્જુ છે. તેમાં સ્થિરતાની સમસ્યા હતી, એટલે કે, તેમને બઢતી મળતી નહોતી પરંતુ હવે તેમની બઢતીનો મુદ્દો ઉકેલ દેવાયો છે અને તેઓ હવે સુપરવાઇઝર તરીકે પ્રમોટ થઈ શકશે.
રેલવે મંત્રીએ કહ્યું કે હવે લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે અને કેટલાક લોકો લેવલ 9 સુધી પણ પહોંચી શકશે. એટલે કે, તેઓ ગ્રુપ એ અધિકારીઓની સમકક્ષ પહોંચી શકશે. તેનાથી રેલવે પરિવારમાં મોટી ખુશી આવશે. અગાઉ રેલવે કર્મચારીઓની અંદર પ્રમોશનના અભાવે ભારે હતાશા જોવા મળી હતી. તેની અસર કામ પર પણ પડી હતી.