શહેરના ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસર ગામ તથા કર્મચારીનગરને જોડતા માર્ગને આ વિસ્તાર શહેરી હદમાં ભળ્યા બાદ પ્રથમવાર ડામર રોડ બન્યો છે પરંતુ આ રોડની કામગીરીમાં ખુબ જ વિલંબ થતા તેમજ આયોજનનો અભાવ હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ રોડ-રસ્તો તંત્ર બનાવે તો રોડ નિર્માણમાં બાધારૂપ દબાણો તથા રોડ વચ્ચે આવતા દબાણો પ્રથમ હટાવવામાં આવે છે પરંતુ અહી રોડ પર વીજ પોલ છે તેમજ અન્ય કેટલાક દબાણ આવેલા છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ છે પરંતુ તેમ છતા મનપા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. રોડની વચ્ચે વીજ પોલ હોવા છતા રોડ બનાવી નાખવામાં આવેલ છે ત્યારે અકસ્માત થશે તો જવાબદાર કોણ ? તેવા સવાલ લોકમુખે ચર્ચાય રહ્યા છે.