પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. પીએમ મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 30 રેલીઓ અને રોડ શો કરે તેવી સંભાવના છે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલી કરી હતી.
શનિવારે સાંજે 7.30 કલાકે વલસાડમાં જનસભા, રાત્રીરોકાણ પણ અહીં કરવાના છે.
રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
વેરાવળમાં સવારે 11 કલાકે, ધોરાજીમાં બપોરે 12.45 કલાકે, અમરેલીમાં બપોરે 2.30 કલાકે અને બોટાદમાં સાંજે 6.15 કલાકે સભા કરશે.
ત્યારબાદ ગાંધીનગર પરત અને રાજભવનમાં રાત્રીરોકાણ કરશે.
સોમવારે સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભાને સંબોધિત કરશે.
બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે