બિહારના વૈશાલી જિલ્લાના માહનાર-હાજીપુર મુખ્ય માર્ગ પર દેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુલતાનપુર 28 તોલા નજીક રવિવારે મોડી સાંજે એક ઝડપી ટ્રકે 15 થી વધુ લોકોને કચડી નાખતા તેમાંથી 10ના મોત થયા છે. મૃતકોમાં સાત બાળકો પણ છે. આ લોકો એક સ્થાનિક દેવતા ‘ભૂમિયા બાબા’ની પૂજા કરવા માટે રસ્તાના કિનારે પીપળના ઝાડની સામે એકઠા થયા હતા.
ભોગ બનેલા લોકો રાત્રિભોજન લીધા બાદ ઘેર પરત આવી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. હાઈવે પર ચાલી રહેલા 12 લોકો પર ટ્રક ફરી વળી હતી અને 10 લોકોના મોત થયા હતા જ્યારે બાકીના ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોતનો આંકડો વધી શકે છે કારણ કે પાંચ બીજા લોકો ગંભીર રીતે ઘાયલ છે.