ભાવનગરના ગુલીસ્તા મેદાન પાસે ટેલિફોન કંપનીના કેબલની ચોરી કરતા પીથલપુરના શખ્સને કંપનીના માણસે ઝડપી લઈ નિલમબાગ પોલીસને હવાલે કર્યો હતો.
ભાવનગરમાં આવેલ સંચાર ટેલિકોમ સર્વિસના ગ્રહકનું કનેક્શન બંધ હોવાની ફરિયાદ મળતા કંપનીના કર્મચારી ચંદ્રકાન્તભાઈ અશોકભાઈ કનાડા લાઈન ચેક કરવા માટે ગયા હતા ત્યારે શહેરના ગુલીસ્તા મેદાન પાસે પીથલપુર ગામનો શખ્સ સંજય ભોળાભાઈ બારૈયા કેબલની ચોરી કરતો હોય તેમણે કંપનીના મેનેજર નીરવભાઈ કિરણભાઈ શેઠને બોલાવી શખ્સની પૂછપરછ કરતા તેની પાસેના મોટરસાઇકલમાં ટીંગાડેલ કંપનીનો રૂ.૬૦૦૦ ની કિંમતનો કેબલ વાયર તેમજ બી.એસ.એન.એલ.નો રૂ.૨૦૦૦ ની કિંમતનો કેબલ વાયર મળી આવતા બી.એસ.એન.એલ.ને જાણ કરતા તેના કર્મચારી વિપુલભાઈ ડોડીયા દોડી આવ્યા હતા અને પોલીસ કન્ટ્રોલને જાણ કરતા નિલમબાગ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને શખ્સને મુદ્દામાલ સાથે હસ્તગત કર્યો હતો.
આ અંગે સંચાર ટેલિકોમના મેનેજર નીરવભાઈએ પીથલપુર ના ઈસમ વિરુદ્ધ કેબલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.