બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હતું. જેને લઇને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષામાં ચૂકને લઇને ડ્રોન ઉડાડનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શખ્સો અમદાવાદ ઓઢવના રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓએ ત્રણેય શખસોની હાથ ધરી પુછપરછ કરી ડ્રોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલી રેલીમાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં પીએમની રેલી ચાલી રહી હતી, ત્યારે એક ખાનગી ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે વીડિયોગ્રાફર સામે એફઆઇઆર નોંધી છે. પોલીસ દ્વારા ડ્રોન છોડવામાં આવ્યું ન હોવાની પણ જાણ કરવામાં આવી છે, પરંતુ તેને ઉતારવામાં આવ્યું હતું.