શ્રદ્ધા મર્ડર કેસને લઈને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર કોર્ટના માધ્યમથી આ નક્કી કરશે કે, દોષિતને કડકમાં કડક સજા મળે. શ્રદ્ધા મર્ડર મામલામાં જે પણ વ્યક્તિ જવાબદાર છે, તેને ઓછામાં ઓછા સમયમાં કડકમાં કડક સજા મળશે. આ સમગ્ર કેસમાં તેમની સીધી નજર છે. ગૃહમંત્રીએ ગુજરાત ચૂંટણી, ધર્માંતરણ કાયદો અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાય મુદ્દા પર સરકાર અને પાર્ટીનું વિઝન રજૂ કર્યું હતું.
આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત પ્રતાડિત કરતો હતો
દિલ્હીના મહરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. તેના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું છે કે, લિવ ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત પ્રતાડિત કરતો હતો. પૂનાવાલા તેને સિગારેટના ડામ આપતો હતો. તેમ છતાં પણ તે પોલીસ પાસે જતાં ડરતી હતી. કારણ કે તે તેને વધુ એક મોકો આપવા માગતી હતી. શુક્લાએ એ પણ જણાવ્યું છે કે, વર્ષ 2021માં શ્રદ્ધાએ પોતાના એક નજીકની મિત્ર સાથે આ વાત શેર કરી હતી કે, આફતાબ તેની પીઠ પર સિગારેટના ડામ આપે છે અને ગંદી ગંદી ગાળો પણ આપે છે.
શુક્લાએ કહ્યું કે અમે પૂનાવાલની પાસે ગયા અને ધમકી આપી કે, જો તે આની સાથે ખરાબ વ્યવહાર કરતો રહેશે, તો પોલીસમાં ફરિયાદ કરી દઈશું, પણ શ્રદ્ધા જ તેને વધુ એક મોકો આપવા માગતી હતી અને મને લાગે છે કે તેના પરિણામે જ તેનો જીવ ગયો.