ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે કમરકસી છે. ભાજપ આવતીકાલે મેનીફેસ્ટો જાહેર કરશે. આ સંકલ્પ પત્રની જાહેરાત સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહેશે.