પ્રચંડ પ્રચારના ભાગરૂપે PM મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે PM મોદી 4 જાહેર સભાને સંબોધશે. જેમાં રાજકોટ ,અંજાર પાલીતાણાં અને જામનગરનો સમાવેશ થાય છે. PM મોદીની રાજકોટમાં જાહેર સભા કરશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર સર કરવા 42 દિવસમાં બીજીવાર PM મોદી રાજકોટની મુલાકાતે જશે. જયા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના આંગણે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે અમિત શાહ અરવલ્લીમાં કરશે ચૂંટણી પ્રચાર
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. ત્યારે અમિત શાહ અરવલ્લીમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. જ્યાં અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભામાં બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી. બંરડાના ટેકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં
મહેસાણામાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં આજે CM ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાત લેશે. જ્યાં બહુચરાજી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવરના સમર્થનમાં બહુચરાજીમાં CM ભૂપેન્દ્ર પટેલ જબરદસ્ત રોડશો કરશે, જે રોડ-શોનોબહુચરાજી માતાજીના મંદિરથી પ્રારંભ કરવામાં આવશે. બીજી તરફ આપ પણ પોતાનું એડીચોંટીનું જોર લગાવી બરોબરની ટક્કર આપી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનના સતત રોડ શો યોજાઇ રહ્યાં છે. ત્યારે આજે પણ અનેક કાર્યક્રમ યોજાશે.
બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજશે. ત્યારબાદ મહેસાણામાં મલ્લિકાર્જુન ખડગેની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંરે અમદાવાદના બહેરામપુરામાં પણ તેઑ જનસભા સંબોધશે.