વડોદરાના સિંધરોટ ગામમાં MD ડ્રગ્સ બનાવતી મોટી ફેકટરીને એટીએસે પકડી પાડી છે. આ ફેકટરી પકડાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે સિંધરોટ ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેકટરી કાર્યરત છે જેના આધારે એટીએસે દરોડા પાડીને ફેકટરી પકડી પાડી છે.પોલીસે એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી.
એટીએસ પોલીસે હાલ ડ્રગ્સ બનાવવામાં વપરાતું મટીરિયલ અને કેમિકલ જપ્ત કર્યા છે અને તપાસ માટે એફએસએલને સોંપી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ફેકટરી કાર્યરત હતી.
એટીએસને આ સિંધરોટ પર ડ્રગ્સ બનાવતી ફેકટરી કાર્યરત હોવાની બાતમી મળતા તેના પર વોચ રાખીને ગઇકાલે દરોડા પાડિને ફેકટરીને પકડી પાડી છે.પોલીસે હાલ આ મામલે ઉચ્ચ તપાસ હાથ ધી છે. આ નેટવર્ક ગુજરાતના ક્યા વિસ્તારમાં કાર્યરત છે તે અંગેની થપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.