ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠક માટે મતદાન થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે.
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થશે. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ માહિતી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં મતદાન થશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. કુલ 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 1 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. 6 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. 163 NRI મતદારો છે. 14,382 મતદાન મથકો પર મતદાન થશે. 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે. શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ કરી દેવાયું છે. 5,229 ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી છે. અત્યાર સુધી 9 ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે.
અમિત શાહ આજે બીજા તબક્કા માટે કરશે પ્રચાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કા માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરના માણસામાં જનસભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જનસભા સંબોધશે. સવારે 11 કલાકથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અલગ અલગ જનસભા સંબોધવાના છે.