મંગળવારે બપોર બે કલાકે ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીની ખાસ હાજરીમાં યોજાયેલ આ રોડ શોના પ્રારંભે તેમણે જણાવ્યું હતું કે જીતુભાઈ એ તમારા ભાવનગરના તો છે જ પણ અમારું ભાજપનું પણ ગૌરવ છે. તમારો એક એક મત કિંમતી છે અને જીતુભાઈને જીતાડી ભાજપ સરકારને ભાવનગરમાંથી કમળ અર્પણ કરવું તે આપણી ફરજ છે.





શાસ્ત્રીનગરથી શરૂ થયેલા આ રોડ શોમાં રસ્તાની ચોતરફ કેસરિયા ધજા પતાકા અને જીતુભાઈની જીત માટે નારા ગુંજી ઉઠ્યા હતા. રસ્તામાં ઠેર ઠેર નડ્ડાજી અને જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને વડીલોએ ‘વિજયી ભવ’ના આશીર્વાદ આપ્યા હતા. આ રોડ શોમાં 20,000 થી વધુ લોકોની હાજરી રહી હતી અને જાણે કે જીતુભાઈ ની જીતનો જશ્ન હોય તેવો માહોલ સર્જાયો હતો.
રોડ શો પુર્ણ કરતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આપનો જે પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે તેનો હું ઋણી છું આપનો આવો જ પ્રેમ અને આશીર્વાદ પહેલી તારીખે evm મશીનમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર – ક્રમાંક નંબર બે જીતુભાઈ વાઘાણીને મળે તેવી મારી વિનંતી છે