માય વોટ-માય ફોટો, મતદાન જાગૃતિના આ વિશેષ પ્રયાસ સાથે સૌરાષ્ટ્ર આસપાસ ભાવનગર આવૃત્તિ આવતીકાલે સામાન્ય નાગરિકોની તસ્વીરો પણ પ્રસિધ્ધ કરશે. લોકશાહીમાં મતદાન મહાપર્વનું મહત્વ ખુબ મોટુ છે ત્યારે આ પ્રત્યેક નાગરીક મતદાન કરે તે જરૂરી છે. મેનેજીંગ એડીટર કોમલકાંત શર્માએ પણ સહું નાગરીકોને મતદાન અચુક કરવા અપીલ કરી છે.
સવારના મતદાન શરૂ થતા લોકો મતદાન કરવા પ્રેરાઈ તે માટે ૧૧ વાગ્યા સુધીમાં મતદાન કરી વોટીંગ ફીંગર (કાળા ટપકા સાથેની આંગળી) સાથેની સેલ્ફી મોકલી આપવાની રહેશે. પ્રથમ પ્રાપ્ત થયેલ.
માય વોટ – માય ફોટો
‘સૌરાષ્ટ્ર આસપાસ’ ૧લી ડિસેમ્બર ગુરૂવારે સહુ મતદારોને અચુક મતદાન કરવા અપીલ કરે છે.
મતદાન અવશ્ય કરો
– સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલ પ્રથમ ૨૫ તસવીરો કે જે વોટીંગ ફીંગર (કાળા ટપકા સાથેની આંગળી)ની સેલ્ફી હશે તેને પ્રસિદ્ધ કરશે.
– આ માટે નિયત સમયમાં તસવીર, મતદારનું નામ, વિધાનસભા બેઠક સાથે મોબાઇલ નંબર ૯૭૨૭૮૮૮૮૩૮ ઉપર મોકલી આપવાની રહેશે.
– આ માત્ર વોટ્સએપ નંબર છે જેની નોંધ લેવી.