આજે ગુજરાત વિધાનસભાની 89 બેઠકોનું મતદાન શરૂ થયું છે. સવારે 8:00 વાગે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા સાથે ભાવનગર પશ્ચિમ ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્યની બેઠકો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેટલાક બુથ પર તો સવારે સાત વાગ્યાથી મતદારો પહોંચી ગયા હતા અને મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ લાઈનો લાગી ગઈ હતી. વડીલો, યુવાનો અને મહિલાઓ પણ સવારથી જ લાઈનમાં જોવા મળ્યા હતા. જો આ પ્રકારે મતદાન સતત રહ્યું તો આ વખતે 2017 કરતાં મતદાનનો આંકડો વધી જાય તેવી શક્યતા સવારની આ લાઈનો જોતા લાગી રહ્યું છે.
તસવીરો: મૌલિક સોની