કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ એફએમ રેડિયો ચેનલોને એક ચેતવણી આપીને ગેરકાયદેસર કામોનો ફેલાવાનો બંધ કરી દેવાનું જણાવ્યું છે.
એફએમ રેડિયો ચેનલ્સ પોતાનો વ્યાપ વધારવા માટે દારૂ, ડ્રગ્સ, હથિયારોના ગુણગાન ગાઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં કેન્દ્ર સરકારે તેમની પર એક કોરડો વીંઝ્યો અને તેમને સીધી ભાષામાં સમજાવી દીધા છે કે હવેથી આવા ખોટા કામનો મહિમા ગાવાનું બંધ કરી દેજો નહીંતર દંડ ભોગવવા તૈયાર રહેજો.
એફએમ રેડિયો ચેનલોને આપેલી એડવાઈઝરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમને મંજૂરી કરાર (જીઓપીએ) અને માઈગ્રેશન ગ્રાન્ટ ઓફ પરમિશન એગ્રીમેન્ટ (એમજીઓપીએ)માં નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાની અને તેનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કન્ટેન્ટનું પ્રસારણ ન કરવાની આકરી ચેતવણી આપી છે. મંત્રાલયે તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે કોઈ પણ ઉલ્લંઘનમાં જીઓપીએ / એમજીઓપીએમાં નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર યોગ્ય માનવામાં આવે તે રીતે આવી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
કેટલીક એફએમ ચેનલો દારૂ, ડ્રગ્સ, હથિયારો, ગેંગસ્ટર અને ગન કલ્ચરને ગૌરવ આપતી સામગ્રી પ્રસારિત કરી રહી છે
હકીકતમાં મંત્રાલયના ધ્યાનમાં એવી વાત આવી હતી કે કેટલીક એફએમ ચેનલો દારૂ, ડ્રગ્સ, હથિયારો, ગેંગસ્ટર અને ગન કલ્ચરને ગૌરવ આપતી સામગ્રી વગાડતી અથવા પ્રસારિત કરતી સામગ્રી પ્રસારિત કરી રહી છે અને તેને કારણે લોકો અને કૂમળી વયના બાળકોના માનસ પર ખોટી અસર પડી છે જે આગળ જતાં મોટી મુસીબત બની શકે છે તેથી સરકારે તાબડતોબ તેમની ચેતવણી આપીને સુધરી જવાની સલાહ આપી છે.