દેશની પ્રાઇવેટ ICICI બેંકે લોનના વ્યાજદરમાં વધારો કરવાનું એલાન કર્યું છે. 1 ડિસેમ્બરથી એમસીએલઆર આધારિત દરેક વ્યાજદર મોંઘુ થઇ ગયું છે. બેંકે આ દરમાં 0.10% નો વધારો કર્યો છે. આ નિર્ણય પછી એમસીએલઆર આધારિત દરેક લોનના દરમાં વધારો થયો છે.
બેન્કની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ વ્યાજદર 8.05% થી વધીને 8.15% થયો છે. એક મહિના માટેના વ્યાજદરમાં 0.10% નો વધારો નોંધાયો છે. ત્રણ મહિના માટે વ્યાજદર 8.10% થી વધીને 8.20% થયો છે. છ મહિના માટેના નવા દરો 8.35% અને એક વર્ષ માટે 8.40% કરવામાં આવ્યો છે.
સરકારી બેન્ક પીએનબી એ 0.05% વધારો કર્યો છે. જો વધારાની વાત કરીએ તો પહેલા દર 7.40% હતો જે હવે 7.45% કરવામાં આવ્યો છે. તેમજ એક એક મહિનાનો દર 7.45% થી વધારીને 7.50% કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાની વાત કરીએ તો 7.55% થી વધારી 7.60%, છ મહિનાનો નવો દર 7.80% અને એક વર્ષ માટે 8.10% કરવામાં આવ્યો છે.
BOI એ પણ પોતાના દરમાં વધારાની જાહેરાત કરી છે. જેમાં એમસીએલઆર દરમાં 0.25% નો વધારો કર્યો છે. બેન્કનો 7.05% દર વધીને 7.30% થઈ ગયો છે. એક મહિનાનો દર 7.40% થી વધારીને 7.65% થયો છે. ત્રણ મહિનાનો દર 7.45% થી વધીને 7.70% થયો છે. છ મહિનાના નવા દરો 7.90% અને એક વર્ષ માટેના નવા દરો 8.15% કરવામાં આવ્યા છે.