રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ પૂરું થયું.આ વખતે 2017 કરતાં ઓછું મતદાન થયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા. હવે ત્યાર બાદ બીજા તબબકાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.અને ચુંટણીનું પરિણામ 8 તારીખે જાહેર કરવામાં આવશે
પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો હતાં અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઇ રહ્યુ હતું. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તહેનાત હતાં. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ રાખવામાં આવ્યા હતાં.