ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે, પહેલા તબક્કાની 89 બેઠકો પર 60 ટકા જેટલું મતદાન થયું હતું. હવે બીજા તબક્કાની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટી લાગી ગઇ છે, નરેન્દ્ર મોદીએ રાજયની બાગડોર સંભાળી લીધી છે, ગઇકોલે પણ સૈાથી મોટો રોડ શો કર્યો હતો આજે 4 જન સભા સંબોધશે. સાંજે સરસપુરમાં વડાપ્રધાનની જનસભા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંકરેજ પાટણ આણંદ અને સોજિત્રામાં જાહેર સભા સંબોધશે. વડાપ્રધાનની લોકપ્રિયતા આજે પણ બરકાર છે અને જેના લીધે આ વખતે પણ ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકિય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ભાજપે તો મેગા પ્રચાર રણનીતિ અપનાવી છે.