મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે શહેરમાં કર્ફ્યુને લઈને લોકો માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. 2 જાન્યુઆરી સુધી લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. આ સિવાય 5 થી વધુ લોકો એકસાથે દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું કે મુંબઈમાં કર્ફ્યુ દરમિયાન જાહેર સ્થળો પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. કોઈપણ પ્રકારના દેખાવો, સૂત્રોચ્ચાર અને સભાઓ પર પ્રતિબંધ છે. આ સિવાય 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હથિયારો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરિપત્ર જારી કરીને મુંબઈ પોલીસના મિશન વિભાગના ડેપ્યુટી કમિશનર વિશાલ ઠાકુરે આદેશ આપ્યો છે કે કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. તેમણે કહ્યું કે 2 જાન્યુઆરી સુધી શહેરમાં કોઈપણ પ્રકારના મેળાવડા, સરઘસ, પ્રદર્શન પર પ્રતિબંધ છે. આ સિવાય લોકો લાઉડ સ્પીકર પણ વગાડી શકશે નહીં. જો નિયમોનો ભંગ થશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
મુંબઈ કર્ફ્યુ દરમિયાન લગ્ન સમારંભો, અંતિમ સંસ્કારઅને આવા અન્ય સંગઠનોની સામૂહિક સભાઓ પર પ્રતિબંધ
– જાહેર મનોરંજનના સ્થળોની આસપાસ મોટા પાયે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ
– ફટાકડા ફોડવા, લાઉડ સ્પીકર વગાડવા, સંગીતનાં સાધનો અને બેન્ડ વગાડવા પર પણ પ્રતિબંધ
– જાહેર સ્થળોએ સૂત્રોચ્ચાર, પ્રદર્શનો પર પ્રતિબંધ.
મોટા અવાજમાં ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
લગ્ન સમારંભો, અંતિમ સંસ્કાર, કંપનીઓ, ક્લબ, સહકારી મંડળીઓ અને આવા અન્ય સંગઠનોની સામૂહિક સભાઓ પર પ્રતિબંધ.
તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ.
– સરકારી અથવા અર્ધ-સરકારી કામ કરતી સરકારી કચેરીઓ, અદાલતો અને સ્થાનિક સંસ્થાઓની આસપાસ 5 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
શૈક્ષણિક પ્રવૃત્તિઓ અથવા સામાન્ય વ્યવસાય માટે શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓના મોટા મેળાવડા પર પ્રતિબંધ.