વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ / અધિકારીઓના ઉત્સાહમાં વધારો થાય એ હેતુથી રિસીવિંગ સેન્ટર ખાતે પ્રશÂસ્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું લોકશાહીના પર્વમાં સહભાગી થવા બદલ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન અનુસાર ૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતક્ષેત્રના ચુંટણી અધિકારી મનીષા બ્રહ્મભટ્ટ દ્વારા તા.૧ના રોજ પોલિંગ બુથના કર્મચારીઓને રીસિવિંગ સેન્ટર ખાતે ભાવનગર જિલ્લા નોડલ અધિકારી (તાલીમ અને કર્મચારી કલ્યાણ) તપન વ્યાસ, મદદનીશ એમ. સી. મીઠાપરા, પી. એમ. પંડિત સહીતની ટિમને “પ્રશિસ્ત પત્ર” એનાયત કરવામાં આવ્યું હતું.