ભાવનગરમાં કેમિકલનો કચરો ફેંકવાની પ્રવુતિ જાણીતી છે, અમદાવાદ કે અન્ય જગ્યાએથી ઝેરી કચરો ઠલવીને ભાવનગરના તળ અને જળ બંને દૂષિત કરવાની પ્રવુતિ જગજાહેર છે ત્યાં શહેરના કેબલ સ્ટેડ પુલ નીચે દરિયાઈ ખાડીમાં કેમિકલનો કચરો ફેંકવામાં આવતા બરફ જેવી ચાદર બનેલી જોવા મળે છે. દરિયાને દૂષિત કરવા સાથે જળચર પ્રાણીઓ માટે મોત નોતરતી આ ઘટના છે. આ સંદર્ભે તપાસ કરી ઘટતા પગલા ભરવા લોકોમાં માંગ ઉઠી છે.