બીજા તબક્કાને લઈ પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે જેમાં અમુક ઉમેદવારો અનોખો પ્રચાર કરી રહ્યાં છે તેમજ અમુક ઉમેદવારોના પ્રચાર દરમિયાન અવનવા નિવેદનો સામે આવી રહ્યાં છે. કાલોલ વિધાનસભા ભાજપના ઉમેદવારનો વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યાં છે. ફતેસિંહ ચૌહાણનો જાહેરમંચ પર બફાટ કરી રહ્યા છે. ફતેસિંહ જાહેરસભામાં બોગસ મતદાનની વાત કરી રહ્યા છે તેઓ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે, બુથમાં બોગસ કરો કે જે કરો તે પણ 3 હજાર મત તો પાડી દેવાના છે
તેઓ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે, આવતી કાલે સાહેબ આવાના છે તમારે આવવાનું છે, તમારે જે થાય એ કહી દો કીટો વગર તો આવશે જેમ કે, પંદરસો ભાડુ થાય તો એ કહી દો એ હું તમારા આગેવાનોને કહીં દઉં આપી દેશે તમને ખોટા પૈસા ખર્ચવા નહી, દિવસ ઉગે તેના પહેલા સિબડીયા પહોંચી જવાનો છે. અને 11-12 પાછા. તેઓ જણાવી રહ્યાં છે કે, 100 ટકા મતદાન કરાવાનું છે આપણે કોઈ સામે પક્ષા-પક્ષી આક્ષેપ નથી, બૂથની અંદર બોગસ કરો કે જે કરો તે તમામે મત કરવાના છે. તેમણે કહ્યું કે, સામેની બેન્ને પાર્ટીઓ ગાયો ખાવા વાળી છે.