આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. 12 વાગ્યા સુધીમાં 24% વોટિંગ થયું છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.






