ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં ભાજપની ફરી સત્તાનો સિંહાસન સંભાળે તેવું બતાવી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષનો કારોમો પરાજય બતાવવામાં આવી રહ્યો છે.
એક્સિસ માય ઇન્ડિયાએ ગુજરાતમાં 42156 લોકો સાથે વાત કરીને કોના કોને વોટ મળ્યા તારણ કાઢ્યું છે. SC – 28 ટકા ભાજપ, 35 ટકા કોંગ્રેસ, 30 ટકા AAP, 07 ટકા અન્ય લોકો પસંદ છે. ST – 33 ટકા ભાજપ, 27 ટકા કોંગ્રેસ, 31 ટકા AAP, 09 ટકા અન્ય લોકોને પસંદ કરે છે. OBC – 57 ટકા ભાજપ, 22 ટકા કોંગ્રેસ, 14 ટકા AAP, 07 ટકા અન્યને પસંદ છે. ઠાકોર – ભાજપને 47 ટકા, INC 29 ટકા, AAP 16 ટકા, અન્ય 08 ટકા અન્યને પસંદ કરે છે. કોળી – ભાજપને 49 ટકા, કોંગ્રેસને 24 ટકા, AAPને 19 ટકા, અન્યને 08 ટકા લોકોએ પસંદ કરે છે. સવર્ણ – 59 ટકા ભાજપ, 19 ટકા કોંગ્રેસ, 15 ટકા AAP, 07 ટકા અન્ય લોકો ઉપર પસંદગી ઉતારી છે. મુસ્લિમો – 08 ટકા લોકોએ ભાજપને પસંદ કરે જ્યારે 54 ટકા કોંગ્રેસ અને 30 ટકા AAPને તેમજ 08 ટકા અન્ય લોકોને પસંદ કર્યા છે.
લેવા પટેલ – BJP 56 ટકા, INC 17 ટકા, AAP 18 ટકા, અન્ય 09 ટકા યોગ્ય ગણાવ્યા છે. કડવા પટેલ – BJPને 58 ટકા, INC ને 16 ટકા, AAP ને 20 ટકા, અન્ય 06 ટકા લોકોએ પસંદ કરે છે. અન્ય પટેલ- BJP 53 ટકા, INC 21 ટકા, AAP 18 ટકા, અન્ય 08 ટકા યોગ્ય ગણાવ્યાં છે.
ભાજપને ગ્રામીણમાં 45 ટકા અને શહેરી 48 ટકા પસંદ કરે છે કોંગ્રેસને ગ્રામીણમાં 27 ટકા, શહેરીમાં 24 ટકા પસંદ કરે છે. AAPને ગ્રામીણમાં 20 ટકા, શહેરી 21 ટકા પસંદ કરે છે. અન્યમાં ગ્રામીણમાં 08 ટકા, શહેરી વિસ્તારોમાં 07 ટકા પસંદ કરે છે. 48 ટકા સ્ત્રી તેમજ 44 ટકા પુરુષ ભાજપ પસંદ કરે છે. 27 ટકા સ્ત્રી, 25 ટકા પુરૂષ કોંગ્રેસ પસંદ કરે છે.
AAP 19 ટકા સ્ત્રી, 21 ટકા પુરૂષ મતદારો પસંદ કરે છે. અન્યની વાત કરીએ તો 06 ટકા સ્ત્રી, 10 ટકા પુરૂષને પસમદ કરે છે
કયા વિસ્તારમાં કોનો દબદબો ભારે રહી શકે?
સૌરાષ્ટ્ર અને કચ્છ કુલ 54માંથી ભાજપ પાસે 42, કોંગ્રેસના ફાળે 8, AAP 3 તેમજ અન્યને એક બેઠક મળી શકે છે.
ઉત્તર ગુજરાતની-28 બેઠકમાંથી ભાજપ માટે 17 બેઠકો, કોંગ્રેસને 8, AAPને 2 અને અન્યના ખાતામાં એક બેઠક જઈ શકે છે. મધ્ય ગુજરાતની 65 બેઠકમાંથી ભાજપને 52, કોંગ્રેસને 5 અને AAPને 7 તેમજ અન્ય એક બેઠક મળી શકે છે.
દક્ષિણ ગુજરાતના એક્ઝિટ પોલ તપાસીએ તો કુલ 35માંથી ભાજપ પાસે 29 જ્યારે કોંગ્રેસના ખાતામાં 2 અને AAPના હાથમાં 3 તેમજ અન્યને એક બેઠક મળી શકે છે.
વિસ્તાર પ્રમાણે વોટ શેયર
સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો- ભાજપને 43 ટકા, કોંગ્રેસને 31 તેમજ AAPને 21 ટકા અને અન્યને 5 ટકા વોટ શેયર મળી શકે છે.
ઉત્તર ગુજરાતની 28 બેઠકોના વોટ શેયર- ભાજપને 41 ટકા, કોંગ્રેસને 36 તેમજ AAPને 16 ટકા, અન્યને 7 ટકા વોટ શેર મળી શકે છે.
મધ્ય ગુજરાતની 65 બેઠકો- ભાજપને 46 ટકા, કોંગ્રેસને 25 ટકા, AAPને 23 ટકા તેમજ અન્યને 6 ટકા વોટ શેયર મળી શકે છે.
દક્ષિણ ગુજરાતની (35) બેઠકો- એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 49 ટકા, કોંગ્રેસને 23 તેમજ AAPને 23 ટકા તેમજ અન્યને 5 ટકા વોટ શેયર મળી શકે છે.