ભાવનગર નજીક ભાલના ગણેશગઢ ગામ પાસે આવેલ ઝીંગા ઉછેર માટેના ફાર્મની ઓરડીમાં રાખેલ વાયરો, સ્વીચ સહિત રૂ.૧૦.૩૫ લાખની કિંમતના સામાનની કોઈ તસ્કરો ચોરી કરી લઈ જતા ફાર્મના માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના વિજયરાજનગર આદર્શ સોસાયટી,પ્લોટ નં.૬૪૯ એ/બી માં રહેતા અને ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મ અને તળાવ ધરાવતા હિરેનભાઈ મેંઘજીભાઈ ધમેલીયાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગણેશગઢ પાસે આવેલ તેમની માલિકીના ફાર્મના ઝીંગા ઉછેરના તળાવ વર્ષ ૨૦૨૧ થી બંધ ચગે અને તેને લગતો સમાન પતરાની ઓરડીમાં રાખેલ હોય,ગત તા.૨૪/૧૦ થી ૩૦/૧૧ દરમિયાન અજાણ્યા તસ્કરે રૂમની પાછળના ભાગનો દરવાજો તોડી રૂમની અંદર ટીપડામાં રાખેલ ૪૮૦૦ મીટર કોપરનો વાયર,જનરેટરની બાજુનો ૪૨ મીટર એલ્યુમિનિયમનો વાયર,જનરેટર ઉપર ફિટ કરેલ કોપર વાઇડિંગનો ભાગ,પેનલ બોર્ડમાં લગાવેલી ૧૦ નંગ ચેન્જ ઓવર સ્વીચ,કોપરની ૫ સ્વીચ,એલ્યુમિનિયમનો ૨૦ મીટર વાયર મળી કુલ રૂ.૧૦,૩૪,૯૦૦ ની કિંમતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.