દિલ્હી નગર નિગમ 250 વોર્ડ માટે મતગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તમામ એક્ઝીટ પોલમાં આપ પાર્ટીને એકતરફી જીત મળતી બતાવતા હતા. પણ વાસ્તવિક પરિણામમાં સ્થિતિ એવી નથી, જેવી બતાવામાં આવતી હતી. ભાજપ આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહી છે. પણ આપ ક્લિન સ્વિપ કરતી દેખાતી નથી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે નેતાઓની ભીડ એકઠી થઈ છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા ઉપરાંત રાઘવ ચઢ્ઢા પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આપ કાર્યાલય બહાર જોરદાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એમસીડી ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓના ચહેર પર ખુશીની લહેર ચાલી રહી છે. હકીકતમાં શરુઆતી વલણમાં પાર્ટી આગળ ચાલી રહી છે. આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલના ઘર પર જશ્નની તૈયારી ચાલી રહી છે. ફુલ પણ મગાવી લીધા છે.
આમ આદમી પાર્ટીની જ જીત થશે, એક્ઝિટ પોલ સાચા સાબિત થશે- સૌરભ ભારદ્વાજ
આપ નેતા સૌરભા ભારદ્વાજે કહ્યું છે કે, દિલ્હીવાસીઓએ ભાજપના કેમ્પેઈનને રિજેક્ટ કર્યું છે. આ વખતે દિલ્હીની જનતા એમસીડીમાં આપની સાથે ચાલશે. ભાજપે કોઈ એવું કામ નથી કર્યુ, જેના વિશે તેઓ બતાવી શકે. ભાજપ નેતા પણ માને છેકે સૌથી મોટો મુદ્દો સાફ સફાઈનો છે. અમે 180 સીટોથી વધારે પણ જીત મેળવીશું. એક્ઝિટ પોલે આમ આદમી પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરી છે અને ઠીક ઠીક સાચા સાબિત થઈ રહ્યા છે.